યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન અંગે કડક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જા ઈરાન તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા ઈરાનને વિશ્વના નકશા પરથી ભૂંસી નાખશે. અમેરિકન રાષ્ટ્રપતિ એ ન્યૂઝનેશનના કાર્યક્રમ “કેટી પાવલિચ ટુનાઇટ” માં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “મેં મારા અધિકારીઓને કડક સૂચના આપી છે કે જા કંઈ થશે તો તેઓ ઈરાનને વિશ્વના નકશા પરથી ભૂંસી નાખશે.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
ટ્રમ્પના નિવેદનના જવાબમાં, ઈરાની લશ્કરી પ્રવક્તા જનરલ અબુલ ફઝલ શેકાર્ચીએ કહ્યું, “ટ્રમ્પ જાણે છે કે જા કોઈ આપણા સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેની તરફ ખરાબ ઈરાદા સાથે હાથ લંબાવશે, તો અમે ફક્ત તે હાથ કાપી નાખીશું નહીં પરંતુ તેમના સમગ્ર વિશ્વને આગ લગાવી દઈશું.” આ ચેતવણી ટ્રમ્પના તે નિવેદન પછી આવી છે જેમાં તેમણે ખામેનીના લગભગ ૪૦ વર્ષના શાસનનો અંત લાવવાની વાત કરી હતી. ટ્રમ્પે અગાઉ ઈરાનને ચેતવણી આપી હતી, જા ઈરાન તેમની સામે કોઈ હત્યાનું કાવતરું ઘડે તો તેમના સલાહકારોને ઈરાનને સંપૂર્ણપણે નાશ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ટ્રમ્પે ખામેનીને બીમાર માણસ કહ્યા. શેકાર્ચીનું આ નિવેદન ટ્રમ્પના પોલિટિકો સાથેના ઇન્ટરવ્યુ પછી આવ્યું છે, જેમાં તેમણે ખામેનીને “એક બીમાર માણસ” તરીકે વર્ણવ્યા હતા જેમણે “પોતાનો દેશ યોગ્ય રીતે ચલાવવો જાઈએ અને લોકોની હત્યા બંધ કરવી જાઈએ.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે “ઈરાનને નવા નેતૃત્વની જરૂર છે.” ૨૮ ડિસેમ્બરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો પછી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. આ વિરોધ પ્રદર્શનો ઈરાનની નબળી અર્થવ્યવસ્થા સામે શરૂ કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહીથી હિંસા ભડકી હતી. વિરોધ પ્રદર્શનો વચ્ચે યુએસ સૈન્ય પણ તૈનાત કરવામાં આવ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.
આભાર – નિહારીકા રવિયા