અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્‍ટ દ્વારા ૦૯ એપ્રિલથી છાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૨૨ વર્ષથી ચાલતા આ છાસ કેન્દ્રના ઉદઘાટનમાં ભાગીરથીબેન સોલંકી, ડો.બી એન મહેતા, મગનભાઈ રોકડ, મંગળાબેન ગોહિલ, મુકુંદભાઈ ગઢિયા, બાબુભાઈ જાવિયા, સુરેશભાઈ સોની, ઉકાભાઈ ભડકણ, હિમતભાઈ ધાનાણી, દિનેશ ભગત, અભિયાન સેવા ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ, અંજુમભાઈ લાખાણી વગેરે જીવદયા પ્રેમીઓ હાજર રહી છાસનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. એક વૈષ્ણવ પરિવાર અમરેલી અને અમદાવાદથી એમ કાથરોટિયા, અમદાવાદ, વિનુભાઈ જીંજુવાડીયા, કાન્તીભાઈ મલકાણ રાજકોટ, હરેશભાઈ તથા ભરતભાઈ સુરત, મુકેશભાઈ પરીખ દુબઈ, ભાગીરથીબેન સોલંકી અમરેલી વગેરે દાતાઓના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે.