અમરેલી જિલ્લા જેલ યાર્ડ નંબર ૩ની બેરેક નં ૫ માંથી સીમકાર્ડ સાથેનો મોબાઇલ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો. અમરેલી જિલ્લા જેલના જેલર, ગ્રુપ-૨, કે.વી.ગઢવીએ ૨૫/૦૪/૨૪ના રોજ રાત્રે નાઇટ ફરજ પરના સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ સાથે જેલની અંદર સર્કલમાં આવેલ યાર્ડ નં.૦૩ ની બેરેક નં.૦૫ ની અચાનક ઝડતી કરી હતી. જેમાં કીપેડ મોબાઇલ ફોન, વોડાફોન કંપનીનું સીમકાર્ડ તથા બેટરી બીનવારસી હાલતમાં મળી આવ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.