ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સંઘ દ્વારા ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ નવી દિલ્હી ખાતે ત્રણ દિવસીય લીડરશીપ ડેવલપમેન્ટ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં અમરેલી જિલ્લાની વિવિધ સેવા અને શરાફી મંડળીઓના ૫૨ સદસ્યોને મોકલવામાં આવેલ. આ સભ્યોએ ત્યાં ઇફકો ઓફિસની મુલાકાત લીધી હતી. જ્યાં તમામનું સ્વાગત કરવામાં આવેલ અને તેમને નેનો યુરિયા અને નેનો ડીએપીની શોર્ટ ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવેલ
હતી. આ અવસરે મનીષ સંઘાણીએ નેનો યુરિયા અને નેનો ડીએપીના લાભ વિશે માહિતી આપી હતી અને ખેડૂતોને તેનો વપરાશ કરવા અપીલ કરી હતી.