અમરેલીમાં બાને ઘરેથી કાઢી નહીં મૂકવા સમજાવતાં યુવકને ઢીકાપાટુ માર્યા હતા, તેમજ બાવડા પર ધોકાનો ઘા માર્યો હતો. બનાવ અંગે ઇકબાલભાઈ બાબુભાઈ સોલંકી (ઉં.વ. ૩૨)એ સાકિર આદમભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી તેની બાને ઘરેથી કાઢી મૂકવાની વાત કરતા હતા. જેથી સાહેદ નમીરાબેન તથા ફરિયાદી આરોપીને તેની માતાને ઘરેથી કાઢી નહીં મૂકવા સમજાવતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને જેમ આવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા વડે બાવડા પર ઘા માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રમેશભાઈ નશાભાઈ માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































