અમરેલી એસ.પી. સંજય ખરાતની સૂચના મુજબ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે. વાઘેલા દ્વારા શરીર-સંબંધી ગુના કરવાની ટેવવાળા વિકી ભનુભાઇ વારવડીયા (ઉ.વ. ૨૦, રહે.હનુમાનપરા, ગણીતીતનગર અમરેલી) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ સાહેબે વોરંટ ઇસ્યુ કરતાં, એલ.સી.બી. પી.આઈ. વી.એમ. કોલાદરાની ટીમે વિકી વારવડીયાને ઝડપી પાડ્યો હતો. તેને પાસા વોરંટની બજવણી કરી, પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલી દેવાયો છે.








































