અમરાપરા સ્થિત રામજી મંદિર ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં સેવા-પૂજાનો વારો ઘનશ્યામભાઈ અગ્રાવતનો શરૂ થયો છે. આ પરિવર્તન પ્રસંગે વાર્ષિક અનુદાન અંતર્ગત વિવિધ દાતાઓએ પોતાની સેવાઓ જાહેર કરી હતી. જેમાં દિવેલ માટે વિનુભાઈ જેઠાભાઈ જીયાણી, ધજા માટે ચંદુભાઈ આંબાભાઈ જીયાણી તથા અગરબત્તી માટે પ્રિન્સ ગેલચંદ્રભાઈ ખોખરીયાએ સહયોગ આપ્યો છે. આ સાથે જ ફૂલના દાતા તરીકે ધનજીભાઈ પાંભર, હનુમાનજીને દીવો કરવા માટે એક તેલના ડબ્બાના દાતા તરીકે પદુભાઈ ભારદીયા, સીતારામ ધૂન મંડળ તરફથી બે ગાળા સમીયાણાનું કાપડ અને રામભરોસે બે ગાળા સમીયાણાના લોખંડના પાઈપ અર્પણ કરવામાં આવ્યા છે.