અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૨ શરાબીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં સાવરકુંડલામાંથી સાત, ધારીમાંથી બે, ખાંભાના બોરાળા, બગસરા અને અમરેલીમાંથી એક-એક મળી કુલ ૧૨ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.