દંપતી વચ્ચેના મજબૂત સંબંધ માટે તેમની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને આદર
હોવો ખૂબ જ જરૂરી છે, જા આ ત્રણમાંથી કોઈ પણ ઓછું હોય તો તેની સીધી અસર સંબંધ પર પડે છે. આ બધા સિવાય પણ ઘણું બધું બને છે, જે દંપતીના સંબંધો અને જીવનને અસર કરે છે. તે છે જાતિ, ધર્મ વિશે સંભળાવવામાં આવતી વાતો. આજકાલના છોકરા-છોકરીઓ જાતિ, ધર્મ, અમીરી અને ગરીબીમાં માનતા નથી, તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરે છે. પરંતુ લગ્ન બાદ તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ તેમને અપનાવતા નથી ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજકાલ લોકોએ એક ટ્રેન્ડ બનાવ્યો છે કે, જા છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મના હોય તો બંને ધર્મના રિવાજ પ્રમાણે લગ્ન કરે છે. પરંતુ એક કપલ એવું પણ છે જેણે આવું બિલકુલ કર્યું નથી. કરીના કપૂર અને સૈફ અલી ખાન અલગ-અલગ ધર્મના હોવા છતાં પણ સારા જીવન સાથી સાબિત થયા છે, જે દરેક માટે મોટી પ્રેરણા છે. વાસ્તવમાં, કરીના અને સૈફે નિકાહ પઢયા નથી અને સાત ફેરા પણ લીધા વિના કોર્ટ મેરેજ કર્યા હતા, જેના કારણે તેઓ પોતાનું અને બંને ધર્મનું સન્માન જાળવવામાં સફળ રહ્યા હતા. કોર્ટ મેરેજ બાદ બંનેએ એકબીજાને વીંટી પહેરાવી ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ વાતનો ખુલાસો ખુદ બેબોના નજીકના મિત્ર મનીષ મલ્હોત્રાએ કર્યો હતો. બીજી તરફ રણધીર કપૂરે કહ્યું હતું કે, ‘હું દરેકને વિનંતી કરીશ કે કરીના અને સૈફને સુખી લગ્નજીવન માટે ખૂબ જ શુભકામનાઓ આપે. અમે ખુશ છીએ કે બંનેએ કોઈ ફેરફાર કર્યા વિના લગ્ન કરી લીધા. અહીં બે પ્રેમીઓએ લગ્ન કર્યા છે જે ખૂબ જ પ્રેમાળ લોકો છે. અલગ-અલગ ધર્મના હોવા છતાં કરીના અને સૈફે જે રીતે તેમના લગ્ન નિભાવ્યા તે કોઈ ઉદાહરણથી ઓછું નથી. બંને એ જણાવવામાં કોઈ કસર છોડતા નથી કે દિલના સંબંધથી મોટું કંઈ નથી. આજે સૈફ અને કરીના બે બાળકોના માતા-પિતા બની ગયા છે અને દરેક તેમના મજબૂત બોન્ડ અને ટ્યુનિંગમાંથી પ્રેરણા લેતા હોય તેવું લાગે છે. જ્યારે બે વ્યક્તિઓ વિવાહિત જીવનમાં પ્રવેશ કરે છે અને પતિ-પત્નીના સંબંધને વહેંચે છે, ત્યારે તેઓએ લગ્નની વિધિઓ કરવાની હોય છે. સમાજનો આ નિયમ ચોક્કસપણે તમને સંબંધમાં બાંધે છે, પરંતુ તેને સ્વસ્થ રાખવા માટે, બે ભાગીદારોએ (પાર્ટનર) તેના પર કામ કરવું પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા જીવનસાથી સાથે સમજ મેળ ખાય છે, તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. જા પતિ-પત્ની વચ્ચે પાર્ટનરશિપનો અભાવ હોય તો તેમની વચ્ચે અણબનાવ અને ઝઘડાઓ વધવા લાગે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરવા માટે પૂરતા હોય છે. પાર્ટનર અને તમારી વચ્ચે અંતર આવવા લાગે છે.