રાજ્યમાં કાળઝાળ ગરમીના લીધે હવે લોકોને રાહત મળશે, બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે, અને હાલ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જે બતાવે છે કે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી જશે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હાલ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજો દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોના આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા છે.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. જો કે તેમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. આ ઉપરાંત કેરળમાં ૨૬ મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે અને ૧૫થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજો દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્યું. જેના કારણે ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી છે. દિવસે ગરમી અને વહેલી સવારે પવન અને વાદળોના કારણે ઠંડક જોવા મળી રહી છે.