દિવાળી બાદ અમરેલી જિલ્લામાં જીવલેણ અકસ્માતની ઘટના વધી છે. રાજુલા બાયપાસ રોજડ પાસે બે બાઇક સામ સામે અથડાતાં ઉપલેટા તાલુકાના મોજીરા ગામનું દંપતી ખંડિત થયું હતું. બનાવ અંગે ઉપલેટા તાલુકાના મોજીરા ગામે રહેતા રાહુલ મનજીભાઈ ગોરા (ઉ.વ.૨૧)એ જીજે-૦૫-એચઆર-૫૪૩૩ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બે દિવસ પહેલા તેઓ રાજુલા બાયપાસ ચોકડી પાસેથી પસાર થતાં હતા ત્યારે સામેથી આવેલા બાઇક ચાલકે તેમને ટક્કર મારતાં પતિ-પત્ની બંને ઉછળીને પડ્‌યા હતા. જેમાં તેમના પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એસ.ડી.જેઠવા વધુ તપાસ કરી રહ્યા છે. લુણીધાર ગામે રહેતા દિપકભાઇ જેન્તીભાઇ હપાણી (ઉ.વ.-૩૭) ટ્રકેટર લઈને મોટી કુંકાવાવ ખાતેથી પસાર થતાં હતા ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતા અર્ટીકા કારના ચાલક જિતેનભાઇ પોપટભાઇ રાવળે અથડાવી હતી.