ગિજુભાઈ બધેકાના બાળકો રમતાં રમતાં ભણે અને ભણતાં ભણતાં રમે’ના વિચારોને ચરિતાર્થ કરતી ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ તા.૧૦ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. ત્યારે ભારમુક્ત ભણતરની સાથે ઝેરમુક્ત ખેતી સહિતની પ્રવર્તમાન સમસ્યાઓને ઉજાગર કરતી આ ગુજરાતી ફિલ્મને રાજ્યનાં શિક્ષણજગતના લોકો, જગતના તાત એવા ખેડૂતો સહિતના લોકોને નિહાળવા એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ અનુરોધ કર્યો છે અને રાજ્યનાં મુખ્યમંત્રીને આ ફિલ્મને કરમુક્ત કરવા પત્ર પાઠવી ભલામણ કરી છે.