ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્‌સમેન ડેવિડ વોર્નરે પુષ્ટિ કરી છે કે તે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પછી નિવૃત્તિ લેશે. ડેવિડ વોર્નરે તેની ૧૦૦મી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. વેસ્ટ ઈન્ડીઝ સામે રમાયેલી પ્રથમ ટી ૨૦ મેચમાં ડેવિડ વોર્નરે ૩૬ બોલમાં ૭૦ રનની જારદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્‌સમેન ડેવિડ વોર્નરે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વોર્નરે તેની છેલ્લી વનડે મેચ ગયા વર્ષે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી. જ્યારે વોર્નરે પાકિસ્તાન સામેની હોમ ટેસ્ટ મેચ દરમિયાન નિવૃત્તિ લીધી હતી.
ડેવિડ વોર્નરે મેચ બાદ કહ્યું, “જીતવાની ખુશી, તે બેટિંગ કરવા માટે સારી સપાટી હતી.” ખૂબ જ સારું અને તાજગી અનુભવું છું, હું ઉત્સાહિત છું. હું ટી ૨૦ વર્લ્ડ કપ રમીને ત્યાં પૂરો કરવા માંગુ છું અને આગામી ૬ મહિના શાનદાર રહેશે. લગભગ આ જ ટીમ ન્યુઝીલેન્ડ જઈ રહી છે તેથી આપણે ત્યાં પણ જીતવું મહત્વપૂર્ણ છે. આ પહેલા ડેવિડ વોર્નરની ૩૬ બોલમાં ૭૦ રનની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડીઝને જીતવા માટે ૨૧૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૨૧૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી કરી હતી. બ્રાન્ડોન કિંગે ૩૭ બોલમાં ૫૩ રન અને જાન્સન ચાર્લ્સે ૨૫ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા