ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખોની જાહેરાત જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આવી સ્થિતિમાં મતદારોને પોતાના પક્ષમાં કરવા તમામ રાજકીય પક્ષો રેલીઓ અને વિજય રથયાત્રા કાઢી રહ્યા છે. આ ક્રમમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ રાજ્યમાં મોટી સંખ્યામાં રેલીઓ યોજી રહ્યા છે.
આ દરમિયાન એઆઇએમઆઇએમ પાર્ટીના અલીગઢ જિલ્લા અધ્યક્ષ ગુફરાન નૂરનું એક વિવાદાસ્પદ નિવેદન આ દિવસોમાં હેડલાઇન્સમાં છે, જેનો વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ગુફરાન નૂર કહેતા જાવામળી રહ્યા છે કે, જા ઓવૈસી સાહેબને વડાપ્રધાન અને શૌકત સાહેબને મુખ્યમંત્રી બનાવવા હોય તો વધુ બાળકો પેદા કરો. વીડિયોમાં એઆઇએમઆઇએમ પાર્ટીના અલીગઢ જિલ્લા અધ્યક્ષ પોતાની આસપાસના લોકોને સમજાવતા જાવા મળે છે.
એક મિનિટના આ વીડિયોમાં છ એઆઇએમઆઇએમ પાર્ટીના અલીગઢ જિલ્લા અધ્યક્ષ ગુફરાન નૂર કહેતા સંભળાય છે કે, ઓવૈસી સાહેબ કહે છે, અલ્લાહથી ડરો, પરંતુ જ્યારેકોંગ્રેસ, બસપા અને સપાનું ભાષણ શરૂ થાય છે, ત્યારે તેઓ બીજેપીથી ડરે છે. પ્રથમ તફાવત કરો. અમે મુસ્લિમ સમુદાય છીએ, ઈમાનથી નીચે પણ નથી ગયા અનેદરેક રીતે નીચે ગયા નથી. લોકો કહેતા કે સંતાન નથી, સંતાનો નથી તો રાજ કેવી રીતે કરીશું? કેવી રીતે ઓવૈસી સાહેબ વડાપ્રધાન બનશે અને શૌકત સાહેબમુખ્યમંત્રી બનશે? બાળકોને પેદા ન કરવા માટે દલિતો અને મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યા છે. શા માટે બાળકો પેદા કરવાનું બંધ કરીએ? આ તો શરિયત વિરુદ્ધ છે.
જા કે આ વીડિયો વાયરલ થયા બાદ નૂરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે, જેટલો અમારો હિસ્સો બલિદાનમાં રહ્યો છે, તેટલી ભાગીદારી પ્રોડક્શનમાં નથી રહી. તેથીમારો અંગત મત છે કે, મારા સદર ઓવૈસી સાહેબ વડાપ્રધાન બનવું જાઈએ. આ કેવી રીતે થશે. પદ્ધતિની ચર્ચા કરવામાં આવી હતી અને મેં તેમાં કંઈ ખોટું કહ્યું નથી.”