આપણે ત્યાં શિયાળામાં લીલાશાકભાજી લોકો વધુ ખાતા હોય છે પરંતુ દર વર્ષની જેમ આ વખતે શાકભાજીના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે . જેની સિદ્ધહી અસર મહિલાઓના બજેટ પર પડસે. જેમના લીધે મહિલાઓએ શાકભાજીના ભાવ થી પરેશાન થતી જોવા મળે છે.
આ ઉપરાંત શિયાળામાં પણ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા હોવાથી વધારાનો ખર્ચ કરવો જ પડશે.
મહત્વનુ છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સીઝનલ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે- તમારું મનપસંદ ઊંધિયું બનાવવા માટેના મુખ્ય શાકભાજીના ભાવ વધી ગયા છે. દરેક શાકભાજીની છૂટક કિંમત હાલમાં ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિકિલોની વચ્ચે જોવામળી રહ્યાછે.
આ ઉપરાંત નવેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પહેલાના લગભગ એક અઠવાડિયા સુધી સતત વાદળછાયા વાતાવરણના કારણે શિયાળાની શાકભાજીની સારી માત્રામાં થયેલી લલણીમાં જીવાતોનો ઉપદ્રવ થયો હતો, જેના કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. સીઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માગ સાથે, શિયાળામાં થતા લીલા શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. હજી પણ ભાવ વધે તેવું જોવા મળી રહ્યું છે . દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા ર્છે.