ધારી-અમરેલી રોડ પર પરબડી ગામના પાટિયા પાસે ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક સહિત એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા.અકસ્માતના બનાવની જાણ થતાં ચલાળા પોલીસ પણ કાર્યવાહી માટે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.