અમરેલીમાં તા. ૨૨/૧૦/૨૦૨૬થી નોંધાયેલા ગુનામાં ફરીયાદીને પાઇપ અને છરી વડે માથામાં ઇજા કરવામાં આવી હતી. સાહેદ અને ફરીયાદીની ભાણેજને પણ ઇંટના ઘા માર્યા હતા. ધરપકડ
ટાળવા નાસતા ફરતા આરોપી જય ઉર્ફે કાળુ કિશોરભાઇ તલસાણીયા, રહે. રોકડીયાપરા, અમરેલીને શોધી કાઢી ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.










































