લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે મારુતિ સરોવરમાં નવા નીરના વધામણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા ગ્રામજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરોવરના નવા નીરની જળપૂજા કરી હતી તેમજ વિસ્તારના સુખ,સમૃધ્ધિ, સારા વરસાદ અને ખેડૂત સમૃધ્ધ બને તેવી પ્રાર્થના કરી હતી.








































