અમરેલીમાં હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે તાજેતરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં હોમગાર્ડ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઉત્તમ સેવાકાર્ય અને શિસ્તબદ્ધ કામગીરી માટે વિવિધ હોમગાર્ડ કમાન્ડોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના હસ્તે બાબરા તાલુકાના ગૌસેવક અને હોમગાર્ડ મૌલિકભાઈ તેરૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. મૌલિકભાઈની સતત સેવા, સમર્પણભાવ અને ગૌરક્ષા ક્ષેત્રે કરેલ સેવાઓને પગલે તેમને વિશેષ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.