અમરેલીના સરદાર નગર-૩માં છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મહિલા સફાઈ કામદાર ગીતાબેન દિલીપભાઈ સીતાપરાની કામગીરીની નોંધ આ વિસ્તારની મહિલાઓ દ્વારા લેવામાં આવી છે. સફાઈ કામદાર ગીતાબેન સીતાપરાનું આ વિસ્તારની મહિલાઓએ ભેટ આપીને સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી.









































