અમરેલીમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એમ. જે. નાકિયા, પ્રાંત અધિકારી-અમરેલી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના મંત્રી ચતુરભાઈ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી પણ હાજર રહ્યા હતા. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે. જીવનમાં સફળતા મેળવવા માટે નાનપણથી જ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય દિશામાં સતત મહેનત અને આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કરવામાં આવે તો કોઈપણ વિદ્યાર્થી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. વસંતભાઈ પેથાણીએ મુખ્ય મહેમાનનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે સંસ્થાના વિદ્યાર્થીઓ આજના માર્ગદર્શનથી પ્રેરણા લઈ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા યોગ્ય દિશામાં મહેનત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો હતો.








































