સાવરકુંડલામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ અને ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન’ નિમિત્તે વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે સંયુક્ત ઉપક્રમે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી તથા બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત રહી ગ્રાહક અધિકારો અને કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. વક્તાઓએ ખાસ કરીને વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે સાવચેતી રાખવા તેમજ છેતરાયા બાદ કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે વિદ્યાર્થિનીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.