જાફરાબાદના નવી જીકાદ્રી ગામે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં યુવક પર કુહાડી-ભાલાથી હુમલો કર્યો હતો. ઉપરાંત આજે તો તને પતાવી દેવો છે કહી તેમ કહી ધમકી આપી હતી. ભાવેશભાઈ બાલાભાઈ વરૂ (ઉ.વ.૩૮)એ રામભાઈ નાગભાઈ વરૂ, આલકુભાઈ રામભાઈ વરૂ, હરદીપભાઈ આલકુભાઈ વરૂ, મહીપતભાઈ મંગળુભાઈ વરૂ,ભરતભાઈ મંગળુભાઈ વરૂ તથા મનુભાઈ અમરૂભાઈ વરૂ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોટા ભાઈ ભરતભાઈ વરૂ ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાયેલા હતા. જેનુ આરોપીઓએ મનદુઃખ રાખી તેમના ભાઈ ભરતભાઈ વરૂ વાડીએથી ઘરે આવતા હતા એ વખતે ગામમાં ચોક પાસે આવતા ગાળો આપી હતી. તેથી તેઓ ઘરેથી ત્યા ગયેલ અને આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ એકસંપ કરી, મંડળી રચી ભેગા મળી આવી આલકુભાઈ વરૂએ ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલ ભાલાનો ઘા તેમની ઉપર કરતા બંને હાથથી ભાલુ પકડી લીધું હતું. આ વખતે અન્ય આરોપીએ તેના હાથમાં રહેલી કુહાડીનો એક ઘા તેમને માથાના ઉપરના ભાગે મારી ટાંકાઓ લાવી ઈજા કરી હતી. રામભાઈ વરૂએ તેના હાથમાં રહેલ લોખંડની ટી નો એક ઘા તેમને માથાના જમણી બાજુના ભાગે મારી આરોપીઓ એ ફરીયાદીને જેમફાવે તેમ શરીરે આડેધડ માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી, ગાળો આપી “તને આજે તો પતાવી જ દેવો છે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહીપતભાઈ વરૂએ સાહેદ-લાલભાઈ બોરીચાની ફોરવ્હીલ કારના પાછળના ભાગે કુહાડીના ઘા મારી પાછળનો કાચ તોડી નાખ્યો હતો.








































