પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. પાકિસ્તાને ગઈકાલે રાત્રે કાબુલ અને કંદહારમાં હવાઈ હુમલા કરવાનો દાવો કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાને લગભગ ૧૫ પાકિસ્તાની લશ્કરી ચોકીઓ કબજે કરવાનો અને ફૈઝાબાદ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. આ બગડતી પરિસ્થિતિ વચ્ચે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન, મોહમ્મદ ઇશાક ડારે તુર્કીને ફોન કર્યો અને તેમના સમકક્ષ, હકન ફિદાન સાથે વાત કરી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સત્તાવાર હેન્ડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું, “પાકિસ્તાની મંત્રી મોહમ્મદ ઇશાક ડારે તુર્કીના વિદેશ પ્રધાન હકન ફિદાન સાથે ફોન પર વાત કરી. પ્રાદેશિક વિકાસ, ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.”
પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે મોહમ્મદ ઇશાક ડારે ભાર મૂક્્યો હતો કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના આક્રમણનો જવાબ આપ્યો છે અને પાકિસ્તાની સૈન્યએ તેની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે ઓપરેશન ગઝ્બ લીલ હક હેઠળ સફળ હવાઈ કાર્યવાહી કરી છે. બંને નેતાઓએ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મુક્યો અને બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા સંમત થયા.
આ દરમિયાન, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની કાર્યવાહીમાં ૧૩૦ થી વધુ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના માહિતી પ્રધાન, અત્તાઉલ્લાહ તરારના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ૧૩૩ અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા અને ૨૦૦ થી વધુ ઘાયલ થયા હતા. કાબુલ, પ્કીત્યા અને કંદહારમાં અફઘાન તાલિબાન સંરક્ષણ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, અને જાનહાનિની સંખ્યા વધી શકે છે.
તેમના મતે, ઓછામાં ઓછી ૨૭ અફઘાન તાલિબાન ચોકીઓનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નવ અન્ય ચોકીઓ કબજે કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં બે કોર્પ્સ હેડક્વાર્ટર, ત્રણ બ્રિગેડ હેડક્વાર્ટર, બે દારૂગોળો ડેપો અને એક લોજિસ્ટીક્સ બેઝનો નાશ કરવામાં આવ્યો હતો.







































