આ વર્ષે પૂર્ણિમાના દિવસે ગ્રહણ હોવાથી શાક્ત વિધિ મુજબ મંદિર બપોરે ૩ઃ૦૦ વાગ્યે બંધ કરી દેવામાં આવશે.
યાત્રાધામ ડાકોર અત્યારે ભકિતના  રંગે રંગાયું છે. જગતપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં ફાગણી પૂનમના મેળા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. મેળાના બીજા દિવસે સુરત, વડોદરા , અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે એક લાખથી વધુ ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હોવાના અહેવાલ છે. ભીડને જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. વહેલી સવારે શ્રૃંગાર આરતી બાદ સતત સાડા બાર વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જાકે, આ વર્ષે પૂર્ણિમાના દિવસે ગ્રહણ હોવાથી શા†ોક્ત વિધિ મુજબ મંદિર બપોરે ૩ઃ૦૦ વાગ્યે બંધ કરી દેવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિક ભક્તોને શાંતિ જાળવવા અને દર્શનના સમય અંગેની જાણકારી મેળવીને જ આવવા અપીલ કરવામાં આવી છે.
ડાકોર તરફ જતા તમામ માર્ગો અત્યારે પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદથી ડાકોર તરફ જતા માર્ગો પર ભક્તોનો ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અમદાવાદના માધુપુરા વિસ્તારના સ્થાનિક ભક્તો વિશાળ ૫૨ ગજની ધજા સાથે પદયાત્રાએ નીકળ્યા છે. ‘જય રણછોડ, માખણ ચોર’ ના ગુંજારવ અને હાથમાં ધર્મધજાઓ સાથે યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ ફાગોત્સવમાં જાડાવા આગળ વધી રહ્યા છે.
રાસ્કા ચેકપોસ્ટથી લઈને ડાકોર સુધીના સમગ્ર માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરી દેવામાં આવ્યા છે. મહેમદાવાદ થી ડાકોર સુધીનો રસ્તો ભક્તોની અવરજવરથી જીવંત બન્યો છે. આ કેમ્પોમાં ભક્તો માટે ફરાળ, ચા-નાસ્તો, આરામ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાખો પદયાત્રીઓ કઠિન પદયાત્રા કરીને પૂનમના દિવસે રાજા રણછોડના શરણે શીશ ઝુકાવશે.
ડાકોર પ્રયાણ કરતા લાખો ભક્તોને મહેમદાવાદના સિહુંજ નજીક એક સેવા કેમ્પમાં પરંપરાગત ભોજન સાથે પકોડી પાવભાજી સાથે મેકસીકન ફૂડ પણ પીરસવામાં આવી રહ્યું છે. મહેમદાવાદથી ડાકોર તરફ જતા સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. લગભગ ૨૦૦ મીટરનો આ કેમ્પમાં આ વર્ષે મેકસીકન ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. જેમાં મેકસીકન રાઈસ મેકસીકન કઢી અને પાસ્તા આપવામાં આવશે સાથે પકોડી પાવભાજી, તરબૂચ દ્રાક્ષ પપૈયા સહિતના ફ્રૂટ આપવામાં આવી રહ્યા છે ઇન્દોરી કચોરી પુરી વિવિધ પ્રકારના શાક દાળ ભાત ખમણ પીરસવામાં આવી રહ્યા છે અત્યાર સુધી આ કેમ્પમાં ૧૦ હજારથી વધુ ભક્તો સેવાનો લાભ લઇ ચૂક્્યા છે. સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૩૧ વર્ષથી સેવા કેમ્પ કરી રહ્યા છે. આ સેવા કેમ્પમાં યાત્રીઓ માટે નાસ્તા જમવા સાથે ઉઘવા નાહવા ધોવાની સુવિધાઓ સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ચાલીને આવતા ભકતોને માલિશ કરવા પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પમાં ૨૦૦થી વધુ સ્વયસેવકો સેવા આપી રહ્યા છે.