સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક નવા અહેવાલમાં અનેક હુમલાઓ માટે જૈશ-એ-મોહમ્મદને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનનો સમાવેશ થયો છે. સંયુક્ત રાષ્ટ્ર ના ૩૭મા અહેવાલમાં જણાવાયું છે કે હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોનો ખુલાસો થયો છે. આ અહેવાલ સુરક્ષા પરિષદની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર ની વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધ દેખરેખ ટીમે જણાવ્યું હતું કે લાલ કિલ્લા પાસે થયેલા હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધો સ્થાપિત થયા હતા.
યુએનના અહેવાલ મુજબ, એક સભ્ય દેશે અહેવાલ આપ્યો છે કે જૈશે હુમલાની જવાબદારી લીધી છે. અહેવાલમાં ફરીથી સરહદપાર આતંકવાદ વિશે પ્રશ્નો ઉભા થયા છે. અહેવાલ મુજબ, મસૂદ અઝહરે ૮ ઓક્ટોબરે એક અલગ મહિલા પાંખની રચનાની જાહેરાત કરી હતી. નવી પાંખનું નામ જમાત-ઉલ-મુમિનત રાખવામાં આવ્યું હતું. આ પાંખ યુએનની યાદીમાં શામેલ નથી, પરંતુ સંગઠન પર આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવાનો આરોપ છે.
જાકે, આ મુદ્દે સભ્ય દેશોમાં મતભેદ છે. એક દેશ દાવો કરે છે કે જૈશ હજુ પણ સક્રિય છે. બીજા દેશે કહ્યું કે જૈશ હવે “નિષ્ક્રિય ” છે. પાકિસ્તાન પહેલાથી જ કહી ચૂક્્યું છે કે પ્રતિબંધ પછી જૈશ અને લશ્કર સક્રિય નથી. રિપોર્ટમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ છે. એપ્રિલ ૨૦૨૫માં પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લશ્કરનો પ્રોક્સી માનવામાં આવે છે. ૨૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ ત્રણ શંકાસ્પદો માર્યા ગયા હતા. મે મહિનામાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે હુમલો થયો હતો. આ હુમલામાં ૧૫ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો.








































