થાઇલેન્ડના સોંગખલા પ્રાંતમાં એક બંદૂકધારીએ શાળા પર હુમલો કર્યો, જેમાં ૨૨ બાળકો સહિત ૩૪ લોકો માર્યા ગયા. સ્થાનિક મીડિયા અનુસાર, ૧૮ વર્ષીય વ્યક્તિએ બંદૂકથી ગોળીબાર કર્યો. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે તે વ્યક્તિની બહેન પણ તે જ શાળામાં ભણતી હતી. બંદૂકથી સજ્જ આ યુવક થોડા દિવસો પહેલા જ તેની બહેનને ઠપકો આપનાર શિક્ષકને શોધી રહ્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. શાળાને સીલ કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ગોળીબાર બાદ, હુમલાખોરે ઘણા બાળકો અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ અંદર ફસાયેલા હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળેથી ભાગી ગયેલા એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું હતું કે હુમલાખોરે શાળાના આચાર્યને પણ ગોળી મારી હતી. વિશેષ દળો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હુમલાખોર
આભાર – નિહારીકા રવિયા સાથે વાતચીત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેની ઓળખ અસ્પષ્ટ છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
હુમલા પહેલા, પોલીસને માહિતી મળી હતી કે એક બંદૂકધારી શાળાની નજીકના એક ઘરમાં હાજર હતો, જે તેની માતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો હતો. ગોળીબાર દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓ શાળા છોડીને ભાગતા જાવા મળ્યા હતા. હુમલાખોરે કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવ્યા તે જાણી શકાયું નથી.









































