રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬–૨૭ના નાણાકીય વર્ષ માટેના બજેટને આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કુલ ૩૬૦૪.૯૦ કરોડના બજેટમાં નાગરિકોને રાહત આપતા અને શહેરના વિકાસ પર કેન્દ્રિત અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો ૯૫ કરોડનો નવો કરબોજ સ્ટેન્ડીંગગ કમિટીએ ફગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકતધારકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. બજેટમાં મિલકત વેરા અને પાણી વેરાના ચડત વ્યાજમાં ૫,૦૦૦ સુધીની માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, બંને મળીને કુલ ૧૦,૦૦૦ રૂપિયા સુધીની વ્યાજમાફી આપવામાં આવી છે.

બિલ્ડરોને લઈને પણ રાહતના સમાચાર બજેટમાં જોવા મળ્યા છે. ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝેશન મામલે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાવર બેડના રેગ્યુલરાઇઝ માટે ૫૦ લાખથી નીચેની રકમ એક સાથે ભરપાઈ કરવાની રહેશે. ૫૦ લાખથી ઉપરની રકમ ભરપાઈ કરવા માટે એક વર્ષમાં ચાર હપ્તા કરી આપવામાં આવશે.

૧. રેસકોર્સના બ્યુટીફિકેશન અને નવીનીકરણ માટે ?૧૦ કરોડ

૨. નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી માટે ?૧ કરોડ

૩. પાણી વિતરણ વ્યવસ્થામાં સ્કાડા સિસ્ટમ માટે ?૧ કરોડ

૪. પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા ?૪ કરોડ ફાળવવામાં આવ્યા છે.

૫. ઇલેÂક્ટ્રક બસના ચા‹જગ સ્ટેશન માટે ૨૫ કરોડની જોગવાઈ

૬. પર્યાવરણ અને હરિયાળી વધારવા માટે સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ માટે ૬ કરોડની જાગવાઈ

૭. ૨૨૭૪૨ ચો.મી વિસ્તારમાં ‘નમોવન’ વિકસાવવાનું આયોજન

૮. નાના મૌવા બ્રિજ નીચે ગેમિંગ ઝોન અને કાફેટેરિયા, વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર અને મોર્ડન ફૂડ ઝોન

૯. મહિલા સુરક્ષિત મુસાફરી યોજના અંતર્ગત ૧,૦૦૦ના દરે વાર્ષિક ટ્રાવેલ પાસ

પર્યાવરણ અને હરિયાળી વધારવા માટે સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ માટે ૬ કરોડની જાગવાઈ, તેમજ ૫૧,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. સાથે જ ૨૨૭૪૨ ચો.મી વિસ્તારમાં ‘નમોવન’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. નાના મૌવા બ્રિજ નીચે ગેમિંગ ઝોન અને કાફેટેરિયા, વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર અને મોર્ડન ફૂડ ઝોન, તેમજ વોર્ડ નંબર ૧૨માં નવો સ્વીમિંગ પૂલ બનાવવાની યોજના છે.

પરિવહન ક્ષેત્રે, ૧૦૦ ઇલેક્ટ્રીક બસ માટે ચા‹જગ સ્ટેશન બનાવવા ૨૫ કરોડ ફાળવાયા છે. ઉપરાંત, મહિલા સુરક્ષિત મુસાફરી યોજના અંતર્ગત ૧,૦૦૦ના દરે વાર્ષિક ટ્રાવેલ પાસ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ રીતે, રાજકોટ મનપાનું ૨૦૨૬–૨૭નું બજેટ નાગરિકોને રાહત, વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ – ત્રણેય બાબતો પર કેન્દ્રિત હોવાનું જોવા મળી રહ્યું છે.