રાજુલા સ્થિત ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ તથા એચ.બી. સંઘવી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે ધોરણ-૧૨ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થિની બહેનો માટે જીકાસ (GCAS) એડમિશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા વિદ્યાર્થિનીઓને કોલેજ પ્રવેશ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા, દસ્તાવેજ અપલોડ કરવા, કોલેજ પસંદગી, મેરીટ લિસ્ટ તથા પ્રવેશના વિવિધ તબક્કાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.