રાજુલાની સંઘવી હાઈસ્કૂલ ખાતે ‘હેલ્ધી ફૂડ અવેરનેસ ફેસ્ટિવલ’ અને ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સંતુલિત આહારનું મહત્વ સમજાવતા ભોજનમાં કઠોળ, લીલા શાકભાજી અને સલાડના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાગવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા.