લીલિયા તાલુકાના ગોઢાવદર માં ૭૭ માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવી હતી. આ તકે ઉચ્ચ અભ્યાસ કરેલી ગામની કન્યા આરતી સંજયભાઈ પરમારનાં હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્ર ગાન,દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોએ તૈયાર કરેલ નાટકો અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. હાલ અમેરિકા (ગોઢાવદરનાં વતની) લાલજીભાઈ વલ્લભભાઈ ગજેરાએ બાળકોને ભેટ આપી હતી.









































