અમરેલી શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને જાહેર માર્ગો પર થતી અડચણોને દૂર કરવા
પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત જાહેર રોડ પર ટ્રાફિકને જોખમરૂપ થાય તે રીતે રિક્ષા ઉભી રાખનાર બે ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને ઓટો રિક્ષા ચાલકો જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ અને અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું થાય તે રીતે રાખીને મળી આવ્યા હતા. પોલીસે જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન રાખવા બદલ રિક્ષા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા વાહનચાલકોને જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક ન કરવા અપીલ કરવામાં આવી હતી.









































