ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી ૪-૧થી જીતીને પોતાની તૈયારીઓની લિટમસ કસોટી આપી છે. મેગા ઇવેન્ટ પહેલા તેના કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને કારણે આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ હતી, જેમાં
આભાર – નિહારીકા રવિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે. પાંચ મેચની આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવની બેટિંગ કુશળતાએ ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા અન્ય તમામ ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. સૂર્યાએ ન્યુઝીલેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં ૨૦૦ થી વધુ રન બનાવ્યા હતા. તિરુવનંતપુરમમાં અંતિમ મેચમાં તેની ૬૩ રનની ઇનિંગે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જે છેલ્લા એક વર્ષથી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, તે ન્યુઝીલેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં પોતાના શિખર પર પાછા ફર્યા હતા. અંતિમ મેચમાં તેની ૬૩ રનની ઇનિંગે તેને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૦૦૦ રન સુધી પહોંચવામાં પણ મદદ કરી. આ સાથે, સૂર્યકુમાર યાદવ સૌથી ઓછા બોલમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી ખેલાડી બન્યા. સૂર્યકુમાર યાદવે માત્ર ૧૮૨૨ બોલમાં પોતાનો ૩૦૦૦મો ટી ૨૦ રનનો આંકડો પૂર્ણ કર્યો, જે અગાઉનો રેકોર્ડ યુએઇના મોહમ્મદ વસીમના નામે હતો, જેમણે ૧૯૪૭ બોલમાં પોતાના ૩૦૦૦ ટી ૨૦ રન પૂરા કર્યા હતા.
ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઓછા બોલમાં ૩,૦૦૦ રન બનાવનારા ખેલાડીઓ
સૂર્યકુમાર યાદવ (ભારત) – ૧,૮૨૨ બોલ
મુહમ્મદ વસીમ (યુએઈ) – ૧,૯૪૭ બોલ
જાસ બટલર (ઇંગ્લેન્ડ) – ૨,૦૬૮ બોલ
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) – ૨,૦૭૭ બોલ
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૨,૧૧૩ બોલ
રોહિત શર્મા (ભારત) – ૨,૧૪૯ બોલ
વિરાટ કોહલી (ભારત) – ૨,૧૬૯ બોલ
સૂર્યએ શ્રેણીમાં ૮૦ ની સરેરાશથી રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડ સામેની આ પાંચ મેચની ટી૨૦ શ્રેણીમાં, સૂર્યકુમાર યાદવને પાંચેય ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી, જેમાં તેણે ૮૦.૬૭ ની સરેરાશથી કુલ ૨૪૨ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે ત્રણ અડધી સદી ફટકારી અને બે વાર અણનમ રહ્યો. જા આપણે સૂર્યકુમાર યાદવના સ્ટ્રાઇક રેટ વિશે વાત કરીએ તો, આ શ્રેણીમાં તે ૨૦૦ ની આસપાસ જાવા મળ્યો હતો.











































