અમેરિકાના શિકાગોમાં વસવતા ગુજરાતી એનઆરઆઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે ૨૮ વર્ષના દીકરાએ તેના પિતાની ક્રુરતાપૂર્વક હત્યા કીર હતી. ન્યાયાધીશે ૨૮ વર્ષીય અભિજીત પટેલને કોર્ટ કાર્યવાહી સુધી અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટના રેકોર્ડ મુજબ, ૨૯ નવેમ્બરના રોજ અભિજીત પટેલના નામના યુવકે તેના ૬૭ વર્ષીય વૃદ્ધ પિતા અનુપમ પટેલની કથિત રીતે હથોડાથી માર મારીને હત્યા કરી હતી.૨૮ વર્ષીય અભિજીત પટેલ પર પોતાના પિતાની હત્યા કરવાનો આરોપ છે. તેને સોમવારે ટ્રાયલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાઉથ સેલેમ ડ્રાઇવના ૧૧૦૦ બ્લોકમાં આવેલા એક નિવાસસ્થાને શનિવારે ૬૭ વર્ષીય અનુપમ પટેલની હત્યાના કેસમાં અભિજીત પટેલ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ છે. જા તે દોષિત ઠરે તો તેને ૨૦ થી ૬૦ વર્ષની જેલની સજા થઈ શકે છે.કુક કાઉન્ટીના પ્રોસિક્્યુટર્સના જણાવ્યા અનુસાર, અનુપમ પટેલને માથામાં હથોડીથી ઓછામાં ઓછા બે ફટકા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું અને તેનું નાક તૂટી ગયું હતું.અમેરિકામાં રહેતો ગુજરાતી સમાજ આ હત્યાથી ચોંકી ગયો છે. મૂળ વડોદરાના પટેલ પરિવારમાં મોભીની હત્યાથી આભ તૂટી પડ્યું છે. લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત પટેલ સાથે વિવાદ ચાલતો હતો. જેમાં અનુપમભાઈ પટેલની સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ પુત્રના વર્તન અંગે ફરિયાદ કરી હતી. જેના બાદ દીકરાએ પિતાની હત્યા કરી હતી.ઘટનાની જાણ થતાં અનુપમ ભાઈની પુત્રીઓ ન્યૂજર્સીથી શિકાગો આવી પહોંચી હતી. બાદમાં રવિવારે એમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ઘટનાને પગલે શિકાગોના ગુજરાતી પરિવારોમાં આઘાતની લાગણી ફેલાઈ છે.અનુપમભાઈ અને દીકરા અભિજીત વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. તેમના દીકરાના વર્તન સામે ભારે અણગમો હતો. તેથી તેમણે સ્થાનિક યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન અભિજિતે આપત્તિજનક મેસેજ અન્યના મોબાઇલ ઉપર મોકલ્યા હતા, જેના કારણે વિવાદ વધ્યો હતો. તેઓ સ્થાનિક પોલીસમાં દીકરાના વર્તન વિશે ફરિયાદ કરી હતી. જેથી કોર્ટે દીકરાને પિતાથી દૂર કરવા જણાવ્યું હતું અને એ જ શરતે તેને છોડાયો હતો. પરંતું દીકરાને આ વાત લાગી આવી હતી. અને તેણે પિતાની હત્યા કરી હતી.








































