ભારતનો સ્ટાર સ્પીનર વરુણ ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે. હવે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આગામી સીઝન માટે તમિલનાડુ ટીમનો કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારતીય બેટ્સમેન નારાયણ જગદીસન દેશની પ્રીમિયર ટી ૨૦ ટુર્નામેન્ટમાં તમિલનાડુનો ઉપ-કપ્તાન રહેશે.વરુણ ચક્રવર્તી તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટી ૨૦ ટીમનો ભાગ હતો અને શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ વિકેટ લીધી હતી અને ટીમ ઇન્ડિયાયાની શ્રેણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે, તેના સારા પ્રદર્શનનું ફળ ઘરેલુ ક્રિકેટમાં મળ્યું છે. તેની પાસે આઇપીએલનો બહોળો અનુભવ છે અને તે પહેલીવાર તમિલનાડુનું નેતૃત્વ કરશે.વીપી અમિત સાત્વિક અને એ. એસાકિમુથુએ તમિલનાડુ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું. અમિત અને એસાકિમુથુએ તેમની ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમિતે ઓપનર તુષાર રહેજા સાથે મજબૂત ભાગીદારી બનાવી, મજબૂત શરૂઆત આપી. બીજી તરફ, એસાકિમુથુએ તેની ગતિથી બધાને પ્રભાવિત કર્યા. બંને ખેલાડીઓને પહેલીવાર તમિલનાડુ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.સ્પીનરો આર. સાઈ કિશોર અને આન્દ્રે સિદ્ધાર્થ પણ ટીમનો ભાગ છે. ભારતીય ઝડપી બોલર ટી નટરાજનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિઝનની રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર તમિલનાડુને રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક, ત્રિપુરા, ઝારખંડ અને સૌરાષ્ટ્રની સાથે એલિટ ગ્રુપ ડીમાં મૂકવામાં આવ્યું છે. તેઓ તેમના અભિયાનની શરૂઆત અમદાવાદમાં રાજસ્થાન સામેની મેચથી કરશે.વરુણ ચક્રવર્તી (કેપ્ટન), નારાયણ જગદીસન, તુષાર રાહેજા, વીપી અમિત સાત્વિક, શાહરૂખ ખાન, આન્દ્રે સિદ્ધાર્થ, પ્રદોષ રંજન પાલ, શિવમ સિંહ, આર સાઈ કિશોર, એમ સિદ્ધાર્થ, ટી નટરાજન, ગુર્જપાનીત સિંહ, એ ઈસાક્કીમુથુ, આર સોનુ યાદવ, આર સિલામ યાદવ અને આર.














































