તેલંગાણામાં પછાત વર્ગ સંગઠનોએ રાજ્યમાં પછાત વર્ગો માટે ૪૨ ટકા અનામતની માંગણી માટે શનિવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આ બંધને ભારત રાષ્ટ્ર સમિતિ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત અનેક રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો તેલંગાણા હાઈકોર્ટ દ્વારા સ્થાનિક સંસ્થાઓમાં પછાત જાતિઓને ૪૨ ટકા અનામત આપવાના રાજ્ય સરકારના આદેશ પર સ્ટે મૂકવાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બાદમાં, રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, પરંતુ ત્યાં પણ તેને ફટકો પડ્યો.પ્રસ્તાવિત આદેશમાં ખાસ કરીને અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય જાતિઓ માટે કુલ ૬૭ ટકા સુધીના અનામતની જાગવાઈ છે. સુનાવણી દરમિયાન, તેલંગાણા સરકારે જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષોએ પ્રસ્તાવિત આદેશને ટેકો આપ્યો હતો અને સર્વાનુમતે તેના પક્ષમાં ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ૫૦ ટકા અનામત મર્યાદાની યાદ અપાવી હતી.બંધને કારણે રાજ્યની તમામ શાળાઓ, કોલેજા અને સરકારી કચેરીઓ બંધ રહી હતી જાહેર પરિવહન પણ પ્રભાવિત થઇ હતી  જા કે બધી આવશ્યક સેવાઓ કાર્યરત રહી હતી ભાજપે પણ હડતાળને ટેકો આપ્યો હતો છે, જેમાં પાર્ટીના સાંસદ આર. કૃષ્ણૈયાએ જણાવ્યું હતું કે આ વિરોધ રાજ્યના તમામ પછાત વર્ગોના સામૂહિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું, “અમે ન્યાય માટે એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું  નોંધપાત્ર રીતે, તેલંગાણામાં શાસક કોંગ્રેસે પણ હડતાળને ટેકો આપ્યો હતો અને ભાજપની ટીકા કરી છે. નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર પછાત વર્ગ ક્વોટા વૃદ્ધિ બિલને મંજૂરી આપી રહી નથી.