સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ, ટીંબીના સેવાકાર્યથી ખૂબ પ્રભાવિત થયેલા પદ્મશ્રી અને હાસ્યકલાકાર ડા. જગદીશભાઈ ત્રિવેદીએ હોસ્પિટલના સી.ટી. સ્કેન બિલ્ડીંગના નિર્માણ માટે રૂ.૨૫ લાખનું વધુ અનુદાન આપવાનો સંકલ્પ કર્યો છે. તેમણે અમેરિકાથી ફોન પર હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરા સાથે વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી. આ નવા અનુદાન સાથે, ડા. જગદીશ ત્રિવેદીનું વ્યક્તિગત યોગદાન રૂ.૫૧ લાખ થયું છે. આ ઉપરાંત, તેમના સૌજન્યથી આ બિલ્ડીંગ માટે અન્ય રૂ.૨૫ લાખનું દાન પણ પ્રાપ્ત થયું છે. આથી, સી.ટી. સ્કેન બિલ્ડીંગ માટે તેમનું કુલ અનુદાન રૂ.૭૬ લાખ જેટલું થયું છે.