ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામપરા ગામમાં સ્થિત પ્રખ્યાત મેલડી માતાજીના મંદિરમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું અને સોના-ચાંદીના દાગીના સહિત આશરે ૬ લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
અજાણ્યા તસ્કરોએ ગઈકાલે રાત્રે મેલડી માતાજીના મંદિરમાં ઘૂસીને ચોરી કરી હતી.તસ્કરોએ મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી, જેની કુલ કિંમત આશરે ૬ લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.ચોરી બાદ તસ્કરો રાત્રિના અંધારામાં ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.





































