સોમનાથ ખાતે આયોજિત કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સ્ટોલ ભાડે રાખીને સોમનાથ ટ્રસ્ટને ૯ લાખ રૂપિયા કરતા વધારેનું ભાડું ન ચૂકવીને ટ્રસ્ટ સાથે છેતરપિંડી આચરનાર એક વ્યÂક્તને કોર્ટે સજા ફટકારી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વેરાવળ પ્રિતેશ અંધારિયા દ્વારા દેવાયત બારડ નામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને બાકી રહેતી રકમ ૯% સાદા વ્યાજ સાથે ચૂકવવાની સજા ફટકારતો હુકમ કર્યો છે. સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં છે. જેમાં મનોરંજન અને ખાણીપીણીની સાથે રમકડા અને અન્ય ચીજવસ્તુઓ વેંચી શકાય તે માટેના સ્ટોલની હરાજી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ૨૨ નવેમ્બર થી લઈને ૨૬ નવેમ્બર સુધી યોજાયો હતો.









































