સુકમામાં ૨૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આમાં ૯ મહિલાઓ અને ૧૧ પુરુષોનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારાઓમાં એક ઉચ્ચ કક્ષાની મહિલા નક્સલી પણ છે. આ નક્સલીઓ પર કુલ ૩૩ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ વિવિધ સંગઠનો અને પોસ્ટ્સ સાથે સંકળાયેલા હતા. આમાં પાર્ટીના સભ્યો, સંગઠનના સક્રિય સભ્યો અને અન્ય સહયોગીઓનો સમાવેશ થાય છે. આ પગલું છત્તીસગઢ સરકારની આત્મસમર્પણ પુનર્વસન નીતિ અને “નિરંતર નૈલા નાર” અભિયાનથી પ્રભાવિત થઈને લેવામાં આવ્યું છે.
આ અભિયાનમાં,ડીઆરજી,સીઆરપીએફ કોબ્રા અને ઇન્ટેલિજન્સ વિંગની ઘણી બટાલિયનોએ ખાસ ભૂમિકા ભજવી હતી. આત્મસમર્પણ કરનારા નક્સલીઓને સરકારની નવી નીતિ, પુનર્વસન નીતિ ૨૦૨૫ હેઠળ ૫૦-૫૦ હજાર રૂપિયાનું પ્રોત્સાહન અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.







































