રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપોને લાંબા રૂટ માટે ૪ નવી અત્યાધુનિક બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસોનું આગમન થતા ડેપો પ્રાંગણમાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વિશેષ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ બાદ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. એસ.ટી. તંત્રના અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમથી સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આગામી સમયમાં આ બસો નિયત રૂટ પર દોડતી થશે.