સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ખેડૂત ખાતેદાર ભગવાનભાઈ કરશનભાઈ માલાણીને મગફળીનો પાક તૈયાર હતો પરંતુ પાક સંપૂર્ણ ઉગી જતા અને બગડી જતા બકરીઓ, ભેંસો અને ગાયોને ચરાવી દીધો હતો. સતત આઠ દિવસથી કમોસમી વરસાદ પડ્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરાપ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાનો આ સમગ્ર પાક પશુઓને ચરાવી દીધો હતો અને નવી આશા સાથે ખેડૂતોએ ફરીથી ખેતીકામ શરૂ કર્યું હતું.








































