સાવરકુંડલામાં બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અને રૂબેલા નિવારણ અર્થે સઘન રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. જેસર રોડ પર આવેલી આંગણવાડી કેન્દ્ર-૨૭૦ (કેશવધામ) ખાતે મેડિકલ ઓફિસર અને દક્ષાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સફળ રસીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં હેલ્પર મીરાબેન દેવમુરારી અને આશા વર્કરોની ટીમે ઘરે-ઘરે સર્વે કરી વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું.