અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવ દિન-પ્રતિદિન બની રહ્યા છે. યુવતીઓ, સગીર સહિત યુવાનો મોત મીઠુ કરી રહ્યા છે. સાવરકુંડલાના સીમરણ ગામે એક યુવકે શાલથી ગળાફાંસો ખાતા મરણ પામ્યો હતો. આ અંગે ખાલપર ગામે રહેતા નાથુખાન ઉમરખાન પઠાણ (ઉ.વ.૭૮)એ જાહેર કર્યા મુજબ, ફિરોજખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ.૪૦) એ સીમરણ ગામે પોતાના રહેણાંક મકાને અગમ્ય કારણોસર પોતાની મેળે પોતાના ઘરે શાલ (ચાદર) વડે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.