શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી. આ દિવસે, વિદ્યાર્થીઓએ શિક્ષકો, આચાર્યો અને વહીવટી સ્ટાફની ભૂમિકા ભજવી હતી. સારી ભૂમિકા ભજવનારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અને તેના પરિણામો સોમવારે પ્રાર્થના સભામાં જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગુરુકુળના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ગુરુકુળ પરિવાર અને ખાસ કરીને કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી.