વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા નજીક વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવ દરમિયાન ૨૬ વર્ષીય નિલેશ વણઝારાની હત્યાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પાર્ટી પ્લોટની બહાર અજાણ્યા લોકોએ નિલેશને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત હત્યા પાછળનું સંભવિત કારણ હોવાનું અનુમાન છે, જાકે હત્યાનું સાચું કારણ હજી જાણી શકાયું નથી.
નિલેશના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પુત્રને ગુમાવતાં માતા આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમણે રડતાં-રડતાં કહ્યું, “મારા રાજા બાબુ, તું પાછો આવી જા. તારા વિના તારી મમ્મી સૂની છે.”ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવાની માગ ઊઠી છે.
ઘટનાની માહિતી મળતાં ડીસીપી અભિષેક ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કપુરાઈ પોલીસ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.મૃતક જ્યાં રહેતા હતા અને જ્યાં કામ કરતા હતા તે સહિતના સ્થળોએ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ મોબાઇલ રેકોર્ડ, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટની સામે આવેલા રસ્તા પર નિલેશ વણઝારાની હત્યા થઈ હતી. હાલ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ડ્ઢઝ્રમ્ની અલગ-અલગ ટીમો ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની તપાસ કરી રહી છે અને કેસ ઉકેલવા વિવિધ પાસાઓ પર તપાસ આગળ વધારી રહી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. પોલીસ તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.