યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત પર ટેરિફ અંગે મોટો ખુલાસો કર્યો છે. બેસન્ટે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ઉર્જા ખરીદવા માટે અમેરિકાએ ભારત અને ચીન પર સેકન્ડરી ટેરિફ લાદવા માટે યુરોપિયન દેશો પાસેથી સમર્થન માંગ્યું હતું, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. જાકે, બેસન્ટે મોસ્કો સાથે વેપાર કરતા દેશો પર નવા પ્રતિબંધો લાદવાના વોશિંગ્ટનના નિર્ણયનો બચાવ કર્યો. દરમિયાન, યુએસ ઉર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે ભારત અને ચીન બે મુખ્ય દેશો છે જેમને નવા પ્રતિબંધ કાયદા હેઠળ દંડ ફટકારી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછીથી આ પ્રતિબંધો લાદવાનો અધિકાર અનામત રાખે છે.એનબીસીના “મીટ ધ પ્રેસ” પર, બેસન્ટે સમજાવ્યું કે યુરોપિયન દેશો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઊર્જા ખરીદી રહ્યા છે અને ભારત અને ચીન સામે વોશિંગ્ટનના પ્રસ્તાવિત પગલાંમાં જાડાવાનો ઇનકાર કર્યો હતો. “અમે થોડા મહિના પહેલા અમારા યુરોપિયન સાથીઓને ચીન અને ભારત પર ગૌણ ટેરિફ લાદવામાં અમારી સાથે જાડાવા કહ્યું હતું. તેઓએ ના પાડી,” બેસન્ટે કહ્યું. તેમણે પૂછ્યું, “તો અમેરિકાએ આ બોજ કેમ ઉઠાવવો જાઈએ?”
બેસન્ટે યુરોપિયન સરકારો પર ઊર્જા ખરીદી દ્વારા રશિયાને સતત ભંડોળ પૂરું પાડવાનો આરોપ મુક્યો હતો. તેમણે યમલ સુવિધામાંથી શિપમેન્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ છ મહિનામાં ત્યાંથી ૧૪૦ કાર્ગો મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૧૩૬ યુરોપિયન દેશોમાં ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ૮ અબજ ડોલરથી વધુ મૂલ્યના આ શિપમેન્ટ બેલ્જિયમ, સ્પેન, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રેઝરી સેક્રેટરીએ દલીલ કરી હતી કે જા સાથી દેશો કોઈ નક્કર પગલાં નહીં લે, તો વહીવટીતંત્રને તેની પ્રતિબંધ વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાનો અધિકાર છે. તેમણે જણાવ્યું હતું કે કાયદો પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ૬૦ દિવસનો સમય આપે છે. તેમણે ભાર મુક્યો હતો કે મુખ્ય રશિયન ઊર્જા કંપનીઓ પર હાલના પ્રતિબંધો યથાવત છે. બેસન્ટે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પ્રતિબંધો હટાવવામાં આવ્યા નથી. તેમણે નવા દંડને રોકવાના નિર્ણયને રશિયન ડીઝલ નિકાસ પરના નિયંત્રણો હળવા કરવાના નિર્ણયથી અલગ ગણાવ્યો હતો.
સીએનએનના “સ્ટેટ ઓફ ધ યુનિયન” પર બોલતા, રાઈટે રશિયાને સીધા લક્ષ્ય બનાવતા પ્રતિબંધો અને મોસ્કો સાથે વેપાર ચાલુ રાખતા દેશો પર લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો. રાઈટે કહ્યું કે લિન્ડસે ગ્રેહામ એક્ટ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવા વિશે નથી. તે રશિયા સાથે વેપાર કરતા દેશો પર આર્થિક પ્રતિબંધો લાદવા વિશે છે. તેમણે આગળ કહ્યું, “આમાંથી બે દેશો ખૂબ જ મહત્વપૂર્ણ છે – ચીન અને ભારત.” રાઈટે સમજાવ્યું કે વોશિંગ્ટન યુક્રેન સંઘર્ષ અને બેઇજિંગ સાથે લાંબા ગાળાના વેપાર સંબંધો પર ચર્ચા કરી રહ્યું છે. રાઈટે કહ્યું કે તેમણે લિન્ડસે ગ્રેહામ પ્રતિબંધો હટાવ્યા નથી; તેમણે હાલ પૂરતા તેમના અમલીકરણને સ્થગિત કરી દીધું છે. ઉર્જા સચિવે ડીઝલ સંબંધિત પગલાનો બચાવ કરતા દલીલ કરી હતી કે રશિયા ફક્ત ત્યારે જ લાભ મેળવી શકે છે જા તે નિકાસ માટે વધારાનું બળતણ ઉપલબ્ધ કરાવવા માટે તેના લશ્કરી કામગીરીમાં ઘટાડો કરે.તેમણે કહ્યું કે રશિયન ક્રૂડ ઓઇલ પરના હાલના પ્રતિબંધો યથાવત છે અને આ ડીઝલ સંબંધિત પગલું સંઘર્ષને સમાપ્ત કરવા તરફ પ્રગતિને વેગ આપશે. બેસન્ટે વહીવટીતંત્રના વ્યાપક પ્રતિબંધોના રેકોર્ડનો બચાવ કર્યો. તેમણે એવા દાવાઓને પણ નકારી કાઢ્યા કે વોશિંગ્ટન યુક્રેનને છોડી રહ્યું છે; તેમણે નિર્દેશ કર્યો કે યુક્રેનને નાટો સાથીઓ દ્વારા ગુપ્ત માહિતી અને યુએસ શ†ો મળવાનું ચાલુ રહે છે.






































