વડીયાના બાંભણીયા ગામે માતાજીના મંદિરમાં ચોરીની કોશિશ થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે રમેશભાઈ ગોરધનભાઈ ગજેરા (ઉ.વ.૬૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, અજાણ્યા ચોર ઈસમો ખોડિયાર માતાજીના મંદિરની દિવાલ ટપી પ્રવેશ્યા હતા. મંદિરની લોખંડની ગ્રીલના તાળા નકુચા તોડી મંદિરના મુખ્ય દરવાજા તથા ગ્રીલ વચ્ચે દિવાલ પાસે લોખંડની દાનપેટી રાખેલ હતી તે દાનપેટી મંદિરમાંથી લઈ જઈ લાખાપાદરના રોડ ઉપર આવેલ ખાંચામાં મૂકી તેમાં રહેલ પૈસાની ચોરી કરવાની કોશિશ કરી હતી. તેમજ લોખંડની પેટી તોડવાની કોશિષ કરી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.









































