પાડોશી પાકિસ્તાનનું લાહોર શહેર ગૂંગળામણ કરતી હવામાં ઘેરાયેલું છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લાહોરની હવા ઝેરી બની ગઈ છે, જે લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરી રહી છે. પરિણામે  પાકિસ્તાનનું લાહોર વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર તરીકે નોંધાયું, જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચ્યો.એર ક્વોલિટી ઇન્ડેક્સ  ૩૯૬ નોંધાયું છે. પરિણામે, પાકિસ્તાનના પંજાબના વિવિધ ભાગોમાં હવાની ગુણવત્તા અત્યંત જાખમી રહે છે. અહેવાલ મુજબ, પંજાબ પ્રાંતના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી અને આરોગ્ય માટે અત્યંત જાખમી રહે છે.અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ફૈસલાબાદ પાકિસ્તાનનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે, જેનો હવા ગુણવત્તા સૂચકાંક ૫૭૧ છે, જ્યારે ગુજરાંવાલા ૫૭૦ ના કણોના સ્તર સાથે દેશમાં બીજા ક્રમે છે. લાહોરનો હવા ગુણવત્તા સૂચકાંક ૩૯૬ હતો, જ્યારે મુલતાનનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૫૭ હતો. પાછલા વર્ષોની જેમ, શિયાળાની શરૂઆતમાં ધુમ્મસ અને વાયુ પ્રદૂષણે પંજાબ પ્રાંતમાં લોકોની સમસ્યાઓમાં વધારો કર્યો છે. નીચા તાપમાન, ધુમ્મસ, વાહનોના એક્ઝોસ્ટ અને કૃષિ અવશેષોને બાળવાથી વાયુ પ્રદૂષકો ખતરનાક સ્તરે પહોંચી ગયા છે. લાહોરની હવા એક સમયે વિશ્વ આરોગ્ય સંગઠનના સ્વચ્છ હવાના ધોરણ કરતાં ૮૦ ગણી  વધુ પ્રદૂષિત નોંધાઈ હતી.અહેવાલો સૂચવે છે કે સરકારે ઝેરી પ્રદૂષણ અને આરોગ્ય સમસ્યાઓના પ્રતિકૂળ પ્રભાવોથી લોકોને બચાવવા માટે શાળાઓ બંધ કરી દીધી છે. તેણે રેસ્ટોરાં અને બજારોના સમય પર પણ નિયંત્રણો લાદ્યા છે, અને લોકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવાની સલાહ આપી છે. અધિકારીઓએ નાગરિકોને બહાર હોય ત્યારે માસ્ક પહેરવા, બારીઓ બંધ રાખવા અને હવા શુદ્ધિકરણનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.