શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. લાઠી સ્થિત ગાયત્રી કોલેજ ખાતે રોડ સેફ્ટી લગત કાર્યક્રમ યોજાયો હતો. વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સીટ બેલ્ટ પહેરવો, વાહન ઇન્સ્યોરન્સ અને પી.યુ.સી સહિતના સર્ટિફિકેટ સાથે રાખવા, ઓવર સ્પીડ કરવી નહીં, ઓવરટેક વખતે ધ્યાન રાખવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, હોર્ન કે ઈન્ડીકેટરનો ઉપયોગ કરવો સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી અને લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.








































